એવું અમારે નથી જોવું

॥ ૐ ॥

(રાસ)


એવું અમારે નથી જોવું, શ્રીકૃષ્ણ પ્રભુ …. એવું

વાત સૂણી કાન-કાનોમાં કાનજી

તારી ભૂમિમાં પાણીની તાણજી …. એવું

હશે અમારી ભૂલો, લાખો-કરોડો

ભૂલ સુધારો, પ્રીત નહિ તોડો …. એવું

ઊંડાં જાય પાણીને ખારાંય થાય છે

પાણી લેવાને લોકોની ભીડ થાય છે …. એવું

દર્દો વધ્યાને દુઃખ ઊભરાણાં

જીવન ગયાં ને (સહુ) ઝેરમાં લોભાણાં …. એવું

વિષારી પદાર્થ બધા વિજ્ઞાની બનાવે

પૃથ્વી આકાશે યાન (ચંદ્રયાન) ઝેરને ફેલાવે …. એવું

અનાજ-કઠોર ભર્યા, ઘી-દૂધની નદીઓ

કદાપિ ખોટ નહિ, આનંદની ઘડીઓ …. એવું

વીર-વીરાંગના વિશ્વમાં ઊજળાં

તેના ઠેકાણે આજે દેખાય દૂબળાં …. એવું

ઝેરી ધુમાડા ને ઝેરી ખાતરથી

જીવન હણાયાં, ઝેરના ત્રાસથી …. એવું

તારી ભૂમિનો, સુધારો તારા હાથમાં

સત્તાનો મદ ચડે, રહેવું કેમ સાથમાં ! …. એવું

અન્ન-વસ્ત્ર – આબરૂ ત્રણે ઘટતાં જણાયાં

સુકાણા તેજ, દ્વેષ વધતા જોવાયા …. એવું

લૂંટફાટ લૂંટવાની, કળા અનંત રીત

છેતરે જરૂર અને બતાવે ખોટી પ્રીતિ …. એવું

સુધારો કરો પ્રભુ, આપનું કામ છે

આંખમાં પડદો કરો તો સઘળું વિનાશ છે …. એવું

જીવન-મરણ કળા, અનાદિ આપની

તમારા રંગથી રંગો, એ જ કળા કામની …. એવું

અન્ન-વસ્ત્ર-આબરૂ , પાણી વધારો

સત્ય સમજાય, એવી બુદ્ધિ સુધારો …. એવું

વરસાદ વરસે ને અન્ન ખૂબ જ આપજો

નદી-વાવ-કૂવામાં જળ ભરી સુધારજો …. એવું


 ॥ ૐ ॥

🌹પાન નં:- 175, એવું અમારે નથી જોવું, 🌷
🕉️જય સદગુરૂ 🕉️

Leave a comment

Your email address will not be published.