આવો આવો હે પ્યારા સજ્જ્ન

અાવો આવો હે પ્યારા સજ્જ્ન લેવા પ્રભુ નુ નામ;

સાચુ ઘન છે નામ સ્મરણમાં, બેસે નહિ કંઈ દામ…ટેક

ગર્વ છોડિને સંપથી સર્વ, હળીમળી કરજો ગાન;

મોહપઙળને કાપી નાખવા , ગુરુની લેજો સાન…આવો

અભય બનો, ભક્તિ ન​વ ચુકો, પહોંચો પ્રભુને દ્વ।ર;

સર્વશકિતમાન પ્રભુ પર, છોઙેા સઘળેા ભાર…આવો

સર્વજ્ઞ પ્રભુ જાણે  છે સહુ, તજી દો કપટી ભ।વ;

રંક માન​વ પર મહેર કરવા, તક ન​વ ચુકી જાઓ…આવો

પ્રભુકૃપાથી પળમાં મ।ન​વ, મુર્ખ મેળવે જ્ઞાન;

માતા, પિતા, બ।ઘંવ, તે સાચા, ભુલીશ મા તું ભાન…આવો

જ્ઞાનિ ને અજ્ઞાનિ તણા જે ભાવો જુદા થાય;

સ।ચી સમજણ આપે પ્રભુજી,ત્ય।રે સશંય ટળી જાય…આવો

ભરસંસરે માન​વ ત।રી, નૌકા ગોથા ખાય;

સદગુરુ સાચા ખોળ્યા નહિ, તે કેમ કિનારે જાય?…આવો

જગત સ્વપ્ન સમ શ।સ્ત્ર કહે છે, તેમાં તારો પ્રેમ;

ભૂત-પ્રેતના ખોટા ભ્રમમાં, મુંઝાણેા તું કેમ ?…આવો

દોષમાં કલ્યાણ તેં માન્યું,પ્રભુથી તું ન ઙર્યો;

ઇસ્વર ભજવા માન​વ તેં તો અણમૂલ દેહ ધર્યો…આવો

સ્વાદને વશ બની, અનેક રોગનો, બની ગયો શિકાર;

ત્યાગ ન કર્યો શત્રુતાનો, વધાયોૅ તે વિકાર…આવો

અજર, અમર ને અવિન।શી છે,આત્મભાવ જગાવ;

છોડી દેહનો ગર્વ નકામો, મિથ્યા દોષ નસાઙ…આવો

વિશ્વમાં વ્યાપક વિભુ ગણીને, છોડી દે જંજાળ;

અનન્ય ભાવે શરણ ગ્રહણ કર, લેશે તે સંભ।ળ…આવો

ધૂન મચાવો; પરમ પ્રેમથી, પ્રભુ મેળળવા કાજ;

ગુરુક્રુપાથી કહે સાધુ ભક્ત, ચુકશો ન​વ તક આજ…આવો

પાન નં :- 6 આવો આવો હે પ્યારા સજન લેવા પ્રભુ નું નામ ,
જય સદ્ગુરુ 🙏🕉🌷

Leave a comment

Your email address will not be published.