॥ ૐ ॥
સત્ય શોધવાનો સથવારો, ભૂલ જ મદદ કરતી …. રે
સત્યનું ફળ સૌને આપી, ભૂલ અદૃશ્ય બનતી …. રે
ભૂલના અનેક આકારો, નિશ-દિન વધતા જાતા …. રે
સાત પાતાળ પૃથ્વી આકાશે, દેવતા ભૂલમાં ભમતા …. રે
મહારાજા સત્તાધારી શાસ્ત્રી, તપસી- યોગી-ભૂલ કરતા…. રે
વિવેક વિનાના જ્ઞાનીઓ સૌ, ભૂલથી પાછા પડતા …. રે
શોધક બુદ્ધિના વિજ્ઞાની, ભૂલ અનેકો કરતા …. રે
ચડતા-પડતા ભૂલ સુધરતાં, સિદ્ધ જ કામમાં વધતાં …. રે
વ્યાપક ભૂલની વિશાળતાના, બોધને સૂક્ષ્મ સમજો …. રે
પ્રભુજી અવ્યય અનાદિના છે, સમજી આગળ વધજો …. રે
વ્યાપક પ્રુભજી સમર્થ તેનો, ભાગ જુદો નથી પડતો …. રે
કલ્પનાથી આકારો કરતાં, ભૂલનો ભંડાર વધતો …. રે
ભૂલનું મંથન સત્યના ખાતર, કેવળ બોધ કરાવે …. રે
એક જ સત્યમાં રહેવું, ભૂલનું અંતર બતાવે …. રે
ક્યાં ગઈ ભૂલ કોઈ ન જાણે, મરીને ફરી અવતરતાં …. રે
ભૂલનો ભાગાકાર બને તો, સત્યમાં એની સુરતા …. રે
ઘણાઘણા એ ભૂલને ભાંગતા, ભાંગી પડ્યા ભડવીરો …. રે
ભૂલ તો આગળ ઊભી રહી ને ચાલી ગયા શૂરવીરો …. રે
નિરીક્ષણ વિનાનું શાસન, ભૂલ ભરેલું ગણાયે …. રે
સત્ય નિરીક્ષણ ભૂલ વિસર્જન, ચૈતન્ય-નિર્મળ જણાયે …. રે
ત્રણે કાળનું જ્ઞાન આત્મામાં, બદલે દૃષ્ટ સૃષ્ટિની …. રે
બ્રહ્મની દૃષ્ટિમાં સ્થિર થાતાં, વાટ સૂઝે ગુરુ ગમની …. રે
॥ ૐ ॥
🙏🏼જય સદગુરૂ 🙏🏼