કેમ આપનું ધ્યાન ધરું પ્રભુ

॥ ૐ ॥

 (રાગ : જૈજૈવંતી કલ્યાણ)


કેમ આપનું ધ્યાન ધરું પ્રભુ! આપ જ સત્ય બતાવો …. રે

કોટિ સૂર્યથી પ્રકાશ વધે પ્રભુ, ધ્યાનને કેમ લગાવું ?  …. રે

શાંતિ ક્રાંતિમાં વીર આપ પ્રભુ, આપને કેમ રિઝાવું ? …. રે

સંતોષ કરતા વેદ ન જાણે પ્રભુ, આપના ભેદની રીતો …. રે

ગતિમાં સૌથી વધતા આપ પ્રભુ, વિશેષ ગતિમાં વખાણું …. રે

સ્મૃતિ આપની કદી ન ભૂલું પ્રભુ, રાત દિ રટણ લગાવું …. રે

શ્વાસ સ્થિરતા પ્રાણ શુદ્ધિ પ્રભુ, મોહથી શોકે ન ફસાવું …. રે

કર્તા-ભર્તા આપ જ એક પ્રભુ, બીજાને પૂછવું નકામું …. રે

અખંડ અનાદિ જ્યોતિ રૂપ પ્રભુ, અંધારે નથી  જ મૂંઝાવું …. રે

પ્રેમ આનંદને વિજય આપ પ્રભુ, તમારા રાહે જ જવાનું …. રે

વૃત્તિ-સંકલ્પ ને વિચારો ત્યાગું પ્રભુ, ધારેલું આપનું થવાનું …. રે

બુદ્ધિભેદ કરી ભાગલા પાડે પ્રભુ, આપને સાક્ષી રહેવાનું …. રે

આપ સાચી જ સમજ ભરો પ્રભુ, કપટી રંગે ન રંગાવું…. રે

મન ઈન્દ્રિયો આપમાં રહે પ્રભુ, કુશળ આપની સાનમાં …. રે

ભાલમાં તમારું ચમકે તેજ પ્રભુ, ચૈતન્ય દિવ્યતા ધારું …. રે

પૂર્ણ સંદેશો આપનો કહો પ્રભુ, આપ જ સમાવો પૂર્ણમાં …. રે

 


॥ ૐ ॥

🕉️પાન નં :- 187, કેમ આપનું ધ્યાન ધરું પ્રભુ !,🕉️
🙏🏼જય સદગુરૂ 🙏🏼

Leave a comment

Your email address will not be published.