॥ ૐ ॥
(રાગ : દેશી)
(સંદેશો)
કેવળ જ્ઞાનીની આજે ગેબી કૃપા ઊતરી રે,
આનંદ ભરેલી એની, અમી આંખ ઊજળી રે ….
અદૃશ્ય રહીને એણે, રંગ એનો આપીયો રે,
ભરતી હૃદયમાં એની, કળા એમાં કેમ ભરી રે ! ….
દિવ્ય રૂપોમાં ઘાટ, જ્યોતિ એની મૌનમાં રે,
શાંતિપરાની પ્રીત, પૂર્ણની ભરતી રહી રે ….
બુદ્ધિએ ડહાપણ છોડી, સતનો માર્ગ લેવા રે,
સમજ જાગૃતિ આવી, વાણીને તૃપ્તિ દેવા રે ….
પ્રાણનો પડકાર એવો, વીરનો આનંદ જાગિયો રે,
શૂન્ય શિખર મોજા, હૃદયમાં મળે ન જોટો રે ….
રત્નને દીપાવનારો, આજે આવ્યો મોજમાં રે,
દિલના દાતારે આજે, ગુપ્ત કહ્યું છે કાનમાં રે ….
સૂતેલા જગાડી એમાં, પ્રાણ એનો પૂરતો રે,
ભીતર ખજાનો ખોલી, સૂર એમાં ગાજતો રે ….
અંતર સમજી મરજી, પ્રેરણા દેવા આવિયો રે,
ભાનમાં લાવીને સૌને, મુક્ત હાસ્ય લાવિયો રે ….
વિશૃધ્ધ બનાવી પ્રાણી, જ્ઞાન દેવા આવિયો રે,
હૃદય એનો તાર બાંધી, સાન ગૂઢ લાવિયો રે ….
॥ ૐ ॥
🙏🏼જય સદગુરૂ 🙏🏼