॥ ૐ ॥

(રાસ)


સુખમાં દુઃખના સ્વરૂપને ભાળ્યું,

સમજ સાચી દુઃખના પ્રેમમાં. ૧

એકલ સુખની ભાવના વધારી,

ભૂલા પડયાં ઘણાં એ ભૂલમાં. ર

દુઃખને મૂકી સુખ કદી ન રખાતુ,

સુખ-દુઃખ બે જુદાં ગણાય ના. ૩

બુદ્ધિએ એના બે  ભેદ પાડયા,

સલાહ એની માની ચલાય ના. ૪

દુઃખ ને સુખમાં સ્થિર થઈ રહેવું,

સમજ સાચી દુર કરાય ના. પ

શત્રુ મિત્ર જરૂર બની જાતા,

સ્થિરતા માન-અપમાનમાં. ૬

મિત્ર શત્રુ ઘણા બની જાતા,

અનાદિ ભેદ એનો કળાય ના. ૭

પ્રેમને પોષણ મળતું ઘુણામાં,

બદલે ઘુણા બધી જ પ્રેમમાં. ૮

પ્રકાશ બધાય ગળતા અંધારું,

અંધારું છુપાણું પ્રકાશમાં. ૯

ક્રોધની પાછળ શાંતિ છુપાણી,

ક્રોધ જતાં શાંતિના સાથમાં. ૧૦

ઈન્દ્રિયો, રાગને દ્વેષમાં બાંધે તો,

 દેહ બની પોષણ અપાય ના. ૧૧

જડતા ત્યાગીને ઠેકડો માર્યો,

ચૈતન્યના સાચા એ સ્થાનમાં. ૧ર

દ્વંદના ફંદ બધાયે સમજાણા,

ફંદમાં સમજી રહેવાય ના. ૧૩

વિશ્વાસબધા એ બનતા ઘાતી,

સ્વયં વિના વિશ્વાસ કરાય ના. ૧૪

કર્મના રાખ્યા છે ભેદ બહુ ઊંડા,

કૃષ્ણની ગીતાના જ્ઞાનમાં. ૧પ

વાપરી કુશળતા એવું સમજાવ્યું,

કળા એની પૂર્ણતા સાનમાં. ૧૬

પૂર્ણની શક્તિ છે પૂર્ણતા ભરેલી,

અવિનાશી ખંડિત એ થાય ના. ૧૭


॥ ૐ ॥

🕉️પાન નં :- 194, (રાસ )સુખમાં દુઃખના સ્વરૂપને ભાળ્યું, 🕉️
🌴🙏🏼જય સદગુરૂ ,🙏🏼🌴

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *