॥ ૐ ॥
(રાગઃ ખમાજ)
કેમ બોલો પ્રભુ મારા, કહો આપ પોતે જ,
નહિ પ્રભુ જાણું સાચું, આવી કહો સર્વે જ,
પ્રભુ રહો તારો સાથ, મૌન ભાવ આપો જ્ઞાન જ,
આવો એવા બોલું બોલ, મોડું નહિ કરો રામ જ ….
દેહ ગર્વ રોકે પ્રભુ, ભુલ ખોટી દૂર ગોતું જ,
ભુલ મારી દૂર કરો, પાસે રહો પ્રભુ આપ જ,
પાસે રહો એ જ સત્ય રોમેરોમ હર્ષ થાય જ,
જાગું તારા શબ્દ સણું, શુદ્ધ બુદ્ધ એવી રાખ જ, ….
બોલ બોલે સહુ તારા, પ્રેમ વધે એવા સારા જ,
બોધ મળે એવી સાન, રાખ સદા એવું ધ્યાન જ,
ભણું ગણું તારું માનું, રોજ રહે તારું ભાન જ,
જ્યોતિ નહિ ઝાંખી થાય, દિવ્ય દૃષ્ટિ તુંહી પૂર્ણ જ ….
કરો હવે આવી પાર, શ્રદ્ધા દૃઢ પ્રાણ પ્યાર જ,
પ્રાણ જાય તારી પાસે, રહે તોય તારા થાય જ,
મોહ-શોક તૂટે તાર, બાંધ સાચો તાર તારો જ,
શાંતિ મળે તારી એવી, પૂર્ણ કૃપા તારી સાર જ ….
॥ ૐ ॥