જાગો જાગો હે પ્રેમી ભક્તો

જાગો જાગો હે પ્રેમી ભક્તો, પ્રભુ મેળવવા કાજ;

જાગો જાગો હે પ્રેમી ભક્તો, પ્રભુ મેળવવા કાજ… ટેક

માયા સ્વ્પ્નસમ ખોટી સમજી, તોડો તેની પ્રીત;

પ્રભુ મેળવવા વ્યાકુળ બનજો, થાશે તમારી જીત…જાગો

હ્રદય ભરી દો ભક્તિ અવિચળ, કાઢો મલિનતા બહાર ;

સ્મરણ પ્રભુનું અણમૂલ સાધન, રાખો શુદ્ઘ વિચાર…જાગો

ઈન્દ્ર્રિયનિગ્રહ કરી સુખ પામો, કરો ન સંયમ ભંગ :

પ્રભુ મેળવવા કામ, ક્રોધ સાથે ખેલવા પઙશે જંગ…જાગો

વિષ્વ પ્રેમને શુદ્ધ વિવેકથી, દેખશો અદભૂત ખેલ;

વિતરાગી ગુરુ મળશે ત્યારે માયા તરવી સહેલ…જાગો

કામના સઘળી નષ્ટ કરીને સંતોષી બનો આપ;

ત્ત્રૃષ્ણા ડાકણને છોડી દો જપી લો અજપા જાપ…જાગો

અંધશ્રધ્ધાથી અવળું સમજ્યા, જ્ઞાન ન ધયુઁ કાન;

સત્ય સ્વરુપને મૂકી દીધું , માયાનું ધર્યુ ધ્યાન…જાગો

અખંડ આંનદ પ્રભુ સ્મરણમાં મળશે રાખો ખ્યાલ;

શરણ ગ્રહી લો, સાચા સંતનું, કરંશે તમને ન્યાલ…જાગો

મારું મારું છોડી દઇને, પ્રભુનું પ્રભુનું થાય;

એવી સમજણ આવે જેને, તે નહિ ભવકૂપ જાય…જાગો

JAGO JAGO HE PREMI BHAKATO,

Leave a comment

Your email address will not be published.