॥ ૐ ॥
મળેલા મળશું સહુ, પૂર્વજન્મની પ્રીત,
નવા ખાતે નહિ ચડે, એવી આગમની રીત.
(અનુભવી સંતની જૂની ઓળખાણ)
છૂટેલાને સાંધનારા, તૂટેલાને જોડનારા
મણકાને બાંધનારા, આગમને જાણનારા …. રે
દૂર ભલે હોય મણકો, પાસે ખેંચી લાવનારા,
સાચી સાન, જ્ઞાન સ્મૃતિ જાડે, ધ્યાન રાખનારા …. રે
ધ્યાન નહિ ચૂકે કદીયે, ખંતે કામ કરનારા,
જીવનમુક્ત જીવી જાણે, એ ગુપ્ત સત્ય ધારનારા …. રે
ભીતર ખ્યાલ સદા રાખીને, સ્થાન નહિ ચૂકનારા,
જાગૃત સ્થાન સાચું ગ્રહીએ, ગર્વનું મૂળ કાઢનારા …. રે
સાગરપેટા સ્થિર રહીને, ભાષાથી પર બોલનારા,
આગમ વાતો ઊંડાણ સમજી, સહુને ધ્યાનથી તોળનારા …. રે
॥ ૐ ॥