॥ ૐ ॥
આવ્યાં છે રે, આવ્યાં છે ભક્તોના વિશ્વાસમાં આવ્યાં છે,
લાવ્યાં છે રે, લાવ્યાં છે પ્રભુ વિશુદ્ધ પ્રેમને લાવ્યા છે …. ટેક
સાગર પ્રેમનો , પ્રભુનો ઊછળતો જોયો,
હૃદય ખોલનાર પ્રભુને કોઈએ ન જોયો …. ૧
શુધ્ધ હૃદયનો પ્રેરનાર પ્રગટ થયો,
પડદો ગર્વનો તોડીને, વહાલો હસી રહ્યો …. ર
પ્રભુના રંગમાં ભક્તોને, રંગી ગયો,
જ્યોતિથી દિલમાં પ્રભુને હસતો જોયો ….૩
વ્હાલો વ્હાલપના વહાલમાં ઉદાર બન્યો,
વ્હાલો વ્હાલપના સાથમાં ખેંચી રહ્યો …. ૪
વ્હાલે ભોજનના સ્વાદમાં ભક્તિ ભરી,
એનો પ્રાણ પૂરીને આપી શક્તિ ખરી …. પ
પ્રભુ બે વાત કરે એમાં સાર નથી,
પ્રભુ તમે રહો એક, કહું મથી મથી …. ૬
મારા વહાલાની વહાલપ લાગે મીઠી
શુધ્ધ એના જ પ્રેમમાં ભરતી દીઠી …. ૭
હૈયું પ્રભુથી જુદું રાખી નથી જીવવું,
પ્રભુ ભૂલીને હૈયાકૂટા નથી બનવું…. ૮
બધું તારું જ આપેલ તુજને દેવું,
પ્રભુ ભૂલમાં ન નાખતા સાચુ કે વું …. ૯
બબ્બે વાતોની વાતમાં, બુધ્ધિ ભૂલી,
અવિનાશી પ્રભુ એક છે, વાત ખુલ્લી …. ૧૦
સૌની અવળી સમજને દૂર કરવા …
પ્રભુ આવ્યાં, સાચી શાંતિને ભરવા …. ૧૧
॥ ૐ ॥