સાગરના કિનારા ખૂબ દીઠા

॥ ૐ ॥


સાગરના કિનારા ખૂબ દીઠા, ભીતરનો સાગર જોવો છે,

સ્વરૂપથી દૂર નીકળી ગાય, સાચા ભીતર ભાવને જોવો છે …. ૧ ટેક

વહેવારે લાભ હાનિ જોઈ, ભીતરના સત્યમાં સમજ રહી,

સમજ ભરેલી જ્ઞાનદૃષ્ટિમાં, નિયતિના નિયમને જોવો છે …. ર

પ્રભુ સદા ઉપકારો કર્યો જ કરે, એના જેવો ઉપકારી કોઈ નહી

ગર્વ છોડી પ્રભુ પ્રેરણા કરે, પાલન ઊલટું થતાં ભૂલ રહી …. ૩

દેહ ભાવ મુકીને શિવ બનવું, ચૈતન્ય ભાવમાં જઈ ઠરવું,

દેહ સંઘાતે આઘાત ઘણો, એમાં જુગો સુધી ભુલા પડવું …. ૪

કર્તા બની શુભ અશુભ કર્મો, જડતા અજ્ઞાનથી માન્યા છે,

ભૂલ ભૂલામણી તજી દઈને, ચૈતન્યમાં નિર્મળ રહેવું છે …. પ

આલાપો કાઢી ગાવામાં, શુધ્ધ-બુધ્ધ સહુ વિરસાઈ જતી,

હૃદય પ્રાણ-નાભિ શુદ્ધ રાખી, પ્રભુ પ્રગટમાં તલ્લીન થતી …. ૬

પ્રભુ પ્રગટ કરવા, નાદ સંધાન કરી, સાકાર દિવ્યતા ભરવી છે,

આત્મ જ્ઞાન વિધાની સહુનુ એની સાચી સમજમાં રહેવું છે …. ૭

કવિની કલ્પનાના શબ્દો ભરી, શબ્દોની જાળ નથી ગૂંથવી,

મારે તો નીરવ શાંતિ તણી, આજ્ઞાઓને પાલન કરવી …. ૮

અંધારાનો અંધકાર હોય ભલે, જ્યોતિર્ધર પ્રભુ પ્રકાશ કરે,

એની સાનમાં આગમ સમજ ભરી, વિકાસ કરવા પ્રેરણા ભરે …. ૯

વાસનાઓ સઘળી બાળીને, ગર્વનું મૂળ ઉખેડીને,

પ્રભુ પ્રગટ, પુર્ણમાં મળવું, ભૂલોનાં મૂળો ફેંકીને …. ૧૦


॥ ૐ ॥

Leave a comment

Your email address will not be published.