કળા માનવ દેહ ભરી, અતિ ઉત્તમ

॥ ૐ ॥


કળા માનવ દેહ ભરી, અતિ ઉત્તમ

મોઘું તારું મૂલ, હે પ્રભુ મારા, બધે તારો વિસ્તાર …. ટેક

સગાસંબંધી અનંત મળિયાં, ખોટા સંબંધ તમામ,

એકલ શ્રુંગી ઋષિ જન્મના યોગી તપમાં શ્રેષ્ઠ ગણાય,

સમય આવતા, ચાલ્યા ગયા સૌ સદા કોઈ ન રહેનાર,

                હે પ્રભુ મારા, બધે તારો વિસ્તાર (ર) …. કળા

પ્રભુને મળવા ભક્તો મળિયા, સત્ય સંબંધ ગણાય,

વિમુખ થવાથી ભટકી જતાં, પ્રભુ પ્રેમે મળાય,

પ્રેમ રાખીને પ્રભુને બોલાવે, પ્રભુ તેને પાસે જણાય,

                હે પ્રભુ મારા, બધે તારો વિસ્તાર (ર) …. કળા

વાણી વર્તન સાચાં રાખવાં પ્રભુને તો જ મળાય,

પ્રભુને મળવું લાભ ખરોએ લાભ અધિક જણાય,

ગર્વ ગાળીને જીવન જીવતા, પ્રભુની સાચી સહાય,

                હે પ્રભુ મારા, બધે તારો વિસ્તાર (ર) …. કળા

પ્રભુ સાથે મારા પ્રાણનો તાર બાંધ્યો, સંબંધ સીધો જણાય,

અંદર પ્રેરક ધ્યાન રાખીને પ્રેરણા કરતો સદાય

જાગૃત બનીને જાગૃત રાખે જ્ઞાની પ્રભુ જ ગણાય

                હે પ્રભુ મારા, બધે તારો વિસ્તાર (ર) …. કળા

પ્રભુના ઉપકાર ગણતાં ગણતાં પાર કદી ન પમાય,

વિરાટ પ્રભુ સૂક્ષ્મ બનતો એને કળ્યો ન કળાય,

વ્યાપક પ્રભુ સાન કરી સુઝાડે, એની દૃષ્ટિથી સાચું દેખાય,

                હે પ્રભુ મારા, બધે તારો વિસ્તાર (ર) …. કળા


॥ ૐ ॥

Leave a comment

Your email address will not be published.