દેખી દેખી મેં ખોટા જગની, બતાવવાની પ્રીત
દેખી દેખી મેં ખોટા જગની, બતાવવાની પ્રીત…. ટેક
આનંદ ભુલી પ્રભુને ભજવા, વિવેક આઘો જાય;
મમતાના મારગમાં જાતાં અનેક દુ:ખો થાય. ….દેખી
સત્યતણો અધ્યાસ બતાવે, લલચાવે દઈ સુખ;
જીવન ચડ્યું રઁગ પતંગ એ સુખ નહિ પણ છે દુ:ખ…દેખી
તિરસ્કાર કરીને જુએ, તનને ત્તૃષ્ણા થાય;
ઞેર પીવું તે વિષય વિકારી, શાંતિ તેથી ન થાય.
ગુણનો બદ્લો ભૂલી જઈને, અવગુણ ભરવો ભાર;
ભૂલ કરે છે ડગલે પગલે, છતાં છૂટ્વા નહિ તૈયાર. …
કુકર્મો કરવા કાર્યો સાધે, રાખે અવળી રીત;
આ જમાનો એવો આવ્યો, તોયે તેની જીત. ….દેખી
રત્નસમો દેહ અમૂલ્ય ગણીને, કરી લે ઉતમ કર્મ;
માનવ મટીને દેવ બનવું, એ છે મોટો ધર્મ. ….દેખી
વિધા મેળવી દુ:ખો હરવાં, કરવાં નહિ એ કામ;
સુખ બીજાનું હરવા માટે, રહે છે ભીડી હામ. ….દેખી
પશુતા છોડી સદગુણ ધરવા, સાવધાન રહેજે ભાઈ;
સમજ ગુરુની રાખી હૃદયમાં ભૂલીશ મા તું ભાઈ. …. દેખી
પ્રભુ પ્રેમની અવિચળ ભક્તિ, માગવા લે ઝોળી;
સઘળું પ્રભુને અર્પણ કરી દે, મટ્શે તો હોળી. ….દેખી
દીપક પ્રભુનો પ્રગટ ગણીને, ચાલજે સમજી ચાલ;
સહુ ભક્તો કહે ગુરુક્રુપાથી, રાખજે સાચો ખ્યાલ. ….દેખી
જય સદ્ગુરુ . 🙏🕉🌷