॥ ૐ ॥
(ભજન) ૯
વ્રજની માધુરી ગિરધર ગોપાળ …. હાં …. હાં…. હાં
નિરખે મીરાં તો એક જ પ્રેમાળ ૧
મીરાંના પ્રેમમાં આવતી ભરતી …. હાં …. હાં…. હાં
આંખમાં ભરીને હૃદયમાં પૂરતી ર
પ્રેમના પૂરમાં હૃદય ભીંજાણું …. હાં …. હાં…. હાં
ગિરધર ગોપાળ સાથે જ બંધાણું ૩
પ્રેમનો સાગર પ્રેમીનો ઊજળે …. હાં …. હાં…. હાં
પ્રેમના પ્યારમાં દિવ્યતા સઘળે ૪
ઊજળું ભાવિ છે પ્રેમનું દર્શન …. હાં …. હાં…. હાં
પ્રેમી છે પ્રેમમાં સદાય પ્રસન્ન પ
પ્રેમી છે નિર્મળ નિર્ભય પ્રેમમાં …. હાં …. હાં…. હાં
પ્રેમને રાખ્યો છે એક જ લક્ષમાં ૬
પ્રાણની વિશુદ્ધિ પ્રેમથી ભરેલી …. હાં …. હાં…. હાં
સમજ પ્રેમની અકળ ઠરેલી ૭
પ્રેમની મૂર્તિ છે પ્રેમમાં મળતી …. હાં …. હાં…. હાં
પ્રેમીના હૃદયે પ્રેમથી ખૂલતી ૮
અંદર પ્રેમની પ્રેમમાં સુરતા …. હાં …. હાં…. હાં
સંજ્ઞાઓ પ્રેમીઓ શાનથી ભરતા ૯
ગિરધર ગોપાળ સાથે જ ઊભીને …. હાં …. હાં…. હાં
દર્શન આપતા પ્રગટ આવીને ૧૦
॥ ૐ ॥