પ્રેમનો પ્યાલો પીધો રે મીરાંએ પ્રેમથી

॥ ૐ ॥

 (ભજન) ૧૧


પ્રેમનો પ્યાલો પીધો રે મીરાંએ પ્રેમથી …. હો…. જી

પાનાર ગિરધર ગોપાળ, બધી જ રાખીને સંભાળ,

હિતકર સદાના કૃપાળુ, વ્યાપક સહુથી વિશાળ,

મસ્તી રહે આઠે પોર, સ્થિરતા સાથમાં …. હો…. જી ૧

ગિરધર ગોપાળ આધાર, બીજા ભરવા નથી વિચાર,

ગિરધર ગોપાળનો પ્રતાપ, સર્વે સારનો એ સાર,

જીવન અમૂલ્ય અમૃત, પ્રભુના પ્યારમાં …. હો…. જી ર

બીજા સંબંધ ખોટા ગણાય, પ્રેમનો સંબંધ ઊંચો જણાય,

પ્રભુનાં દર્શન પ્રેમીને થાય, પ્રભુનો તાર જ શ્રેષ્ઠ ગણાય,

આવતા તીવ્ર ગતિથી, સન્મુખ સહાયમાં …. હો…. જી ૩

પુરાણો પ્રેમ ઉદય થાય, પ્રાણમાં એનો પ્રાણ ભરાય,

એના ભાવિ ઊજળા ગણાય, પ્રેમની ભરતી રહેતી સદાય,

પ્રભુ આવી તૃપ્તિ દેતાં, સત્ય શાંતિમાં …. હો…. જી ૪

મીરાંને ગર્વ નથી લેશ, ગિરધર ગોપાળ સૌથી વિશેષ,

રક્ષક મીરાંને નથ કલેશ, ધ્યાનમાં મીરાં રહેતાં હંમેશ,

ગિરધર ગોપાળને ક્ષણ નથી ભૂલતા …. હો…. જી પ

મીરાંની અખંડ ભક્તિ સંધાન, પ્રાણનું પ્રભુ જ નિદાન,

અમર વાણીનું મીરાંને જ્ઞાન, ગિરધર ગોપાળ એક નિશાન,

આવે સંદેશા મીરાંને પ્રભુ પ્રેમના …. હો…. જી ૬


॥ ૐ ॥