ગિરધર ગોપાળનો પાસ મીરાંએ લીધો

॥ ૐ ॥

 (પ્રિયતમ રાસ)

(ભજન) ૧૩


ગિરધર ગોપાળનો પાસ મીરાંએ લીધો,

પ્રાણનો દીવો કરી માર્ગ લીધો સીધો …. ૧

ગિરધર ગોપાળ વિના ક્ષણ નથી જીવવું,

વિરહ વેદના વધી, વ્યાકુળ પ્રાણનું ગોતવું ….ર

ગિરધર ગોપાળ ! દર્શન વિના જિવાય કેમ ?

ઘાવ ઊંડો હૃદય, પ્રાણ પ્રેમ ઊભરાય એમ …. ૩

પ્રેમની ભરતી એ મીરાંનું એક લક્ષ છે,

ગિરધર ગોપાળ લાવે ભક્તિ સાચું મૂલ્ય છે ….૪

ભાવનો સાગર મીરાંનો ઊંડો ભરપૂર છે,

જલદી આવી જતાં વેગે ગિરધર ગોપાળ છે …. પ

અદ્રશ્ય​ થઈ જવું પ્રભુને ઘણું સહેલ છે,

વિરહી દશામાં જીવે એવાં પ્રેમીઓ અમૂલ્ય છે ….૬


॥ ૐ ॥