॥ ૐ ॥
(મીરાંની સંસારસાગર તારનારી ઉત્તમ નાવ)
(ભજન)રપ
મીરાંની સૌથી મોટી નાવ, પ્રભુના પ્રેમીઓ બેસી જાઓ
હૃદયે એક જ પ્રભુનો ભાવ, તારવા સંસારસાગર નાવ,
આવો ! પ્રેમથી પહોંચાડું, પ્રભુના ધામમાં …. ૧
સઘળી વાસના બળી જાય, પ્રભુનાં પ્રગટ દર્શન થાય,
મમતા ગર્વની રાખ થાય, ગિરધર ગોપાળની સહાય,
આવો ! આવો ! બોલાવું સાચા એ સ્થાનમાં …. ર
પ્રેમમાં હૃદય ભીંજાય, કોમળ હૃદય નિર્મળ થાય,
પ્રભુની પ્રેરણા સમજાય, સંદેશા સતના અમૃત પાય,
ઊજળું ભાવિ ઘડાશે, પ્રભુના સાથમાં …. ૩
ગિરધર ગોપાળ લેવું નામ, રાત દી શ્વાસનું કામ,
જાગૃતિ સાચી એનું ધ્યાન, હિત છે ઠરવાનું ઠામ,
સઘળું સૂઝશે સદાય એની શાંતિમાં …. ૪
અનાદિની સાચી રીત, ગિરધર ગોપાળ સાથે પ્રીત,
મીરાંની એમાં છે જીત, કહુ છું તમારું એમાં હિત,
આવીને સામે હસે છે એના પ્રેમમાં …. પ
પ્રેમની ઊંચી છે સગાઈ, એમાં નથી કાંઈ નવાઈ,
માર્ગ સિધો આડું ન કયાંય, સીધું સતમાં પહોંચી જવાય,
ગિરધર ગોપાળ રહેશે પ્રસન્નમાં …. ૬
॥ ૐ ॥