પ્રભુનાં ભજન કરો તો કરજો ભાવથી

 ॥ ૐ ॥

(રાસ)


પ્રભુનાં ભજન કરો તો કરજો ભાવથી …. રે
પ્રેમથી કરવા ભજન, એક જ તારથી …. રે
હૃદય વિશુદ્ધ રાખીને, નાભિથી બોલજો …. રે
જવાબ સુણવા નિશ્ચય, રાખીને થોભજો …. રે…. ૧

સંદેશો આવશે જરૂર, ભીતર પ્રભુનો …. રે
દૃષ્ટિ ને અંદર રાખીને, ઊંડાણે શાંતિનો …. રે
તમને ભીતર જવાનું, અધરું લાગતું …. રે
દૃષ્ટિ બહાર ભટકે, એનાથી જાગતું …. રે …. ર

કચરો ભેગો કર્યો છે, બુદ્ધિના ડહાપણે …. રે
ખાલી કરો તો રહેવાનું, મળે આપણે …. રે
ભીતર જ્ઞાન ભરેલું, અખૂટ ગુપ્ત છે …. રે
વાસના ગર્વ છોડીને, શોધ થાય છે …. રે …. ૩

જાગુત સ્વપ્ન સુષુપ્તિ, ત્રણેને ત્યાગજો …. રે
સ્થિર તુરિયાનો, અનુભવ રાખજો …. રે
કર્તાભાવ છોડી, રહેવું સાક્ષીભાવમાં …. રે
ચૈતન્ય દિવ્યતા સમજો, સાચી સાનમાં …. રે…. ૪


 ॥ ૐ ॥