॥ ૐ ॥
અનેક યુગોના જુના અમર કરવા,
અવિનાશી આવ્યા છો આપ જ તારવા,
આતમ જ્ઞાનનો ખજાનો અખૂટ,
લૂંટાવો છો પ્રેમથી રે.
આપ વ્યાપક સ્વરૂપમાં અચળ રહો,
સર્વજ્ઞ શ્રેષ્ઠ પ્રેરણા વિશુધ્ધ કહો,
કલ્યાણ મંગળ આપનું કામ,
સંદેશા અમર ધામના રે
જગનો ઝેરી વાયુ આકાશ ગતિ,
મહા પ્રાણધારી આપની ઊંચી મતિ,
ત¥વાતીત છે આપનું સ્વરૂપ,
ચૈતન્ય બ્રહ્મ પ્રત્યક્ષ રે.
પરબ્રહ્મ છો એમાં શંકા જ નથી,
ત્રણે ગ્રંથિઓ તોડી છે મથી મથી,
અખંડ આનંદ – છે સત્યમાં વિશ્રામ,
આપનો ગેબી સંદેશો રોકાય નહિ,
આપની શાંતિ હિમાલયથી અધિક રહી,
ધન્ય ધન્ય યુગોના અવતારી,
સર્વે કળાઓ વિસ્તારી રે.
આપ પ્રકાશ ને પ્રેમથી દિવ્ય ઘણા,
આપનું ચરિત્ર ઉત્તમ, નથી જ મણાં,
સૌનાં હૃદયમાં આપનું સ્થાન,
વિશુદ્ધિ આપની પ્યારી રે.
હિમાલયમાં અમને યાદ કર્યા,
પ્રસાદી ને પુસ્તક ત્યાંથી મોકલ્યાં,
આપના અનંત છે ઉપકારો,
કરવા જીવન સુધારો રે.
આપનું વિચરણ છે પાવન કરવા,
અનુભવના વિજ્ઞાનને સિધ્ધ કરવા,
જલદી દર્શન દઈ કરોને પાવન,
ત્રિકાળ આગમ મતના રે.
॥ ૐ ॥