આજ ને કાલનો ભેદ નથી સમજ્યા

 ॥ ૐ ॥ 

(પ્રિયતમ રાસ)

(ભજન) ર૦


આજ ને કાલનો ભેદ નથી સમજ્યા,
મીરાં કહે છે, ઘણા જન્મો વિતાવ્યા …. ૧
ક્ષણને ભૂલતા યુગો ઘણા થાય છે,
દોડીદોડીને એમ થાકી જવાય છે ….ર
પોતે પોતાને ભૂલી, દૂર જઈ ગોતવું,
ભીતરનું કેન્દ્ર ચૂકી, બહાર શોધવું …. ૩
ખજાનો ભીરતરનો ભરેલો ભરપૂર છે,
આંધળો હડી કાઢે એમાં કોની કસૂર છે ? ….૪
ગર્વને કાઢ, ચેતન આત્મા પ્રકાશમાં,
દેહની છે જડતા એમાં મિશ્ર કરીશમા ….પ
પૂર્ણતા સંપૂર્ણ એની પરિપૂર્ણ છે,
સ્વરૂપ ભૂલતા અજ્ઞાન એનું મૂળ છે …. ૬
સાક્ષીનો ભાવ રાખ કર્તા બનીશમા
બુધ્ધિના ડહાપણનો કચરો ભરીશમા …. ૭
શાસ્ત્ર ને પંડિતોના ગ્રંથોનો સાર રાખ,
સત્યની સમજ ને હૃદયને સાફ રાખ …. ૮
વિચારો ભેગા કરી જ્ઞાન એને માનીશ મા
શૂન્યતા પ્રકાશ સાથે જાગૃતિ તજીશ મા…. ૯


 ॥ ૐ ॥