પૃથ્વીથી મોટું આકાશથી વિશાળ

 ॥ ૐ ॥

(ભજન) ૧૯

(ધૂન)

(આ ધૂન એક લીટી બોલાય, બીજી લીટી સામેની લીટીથી બોલાય)


પૃથ્વીથી મોટું, આકાશથી વિશાળ,
મહાન હૃદયના ગિરધર ગોપાળ …. ૧
ભીતર પ્રકાશ એનો પ્રેરણા દેનાર,
ગિરધર ગોપાળની શાંતિ આપર …. ર
અનાદિનો મીરાંનો સાચો રખવાળ,
વિજય ગુપ્ત કરતો ગિરધર ગોપાળ …. ૩
તપ-યોગ-ભક્તિમાં રક્ષા સદાય,
ગિરધર ગોપાળની સાચી સહાય …. ૪
મીરાંના પ્રેમનો સૂણીને પોકાર,
દોડીને ગિરધર ગોપાળ આવનાર ….પ
બધી ગૂંચવણનો અંત લાવનાર,
ગિરધર ગોપાળનો અખૂટ ભંડાર …. ૬


 ॥ ૐ ॥