॥ ૐ ॥
માત અમારી અન્નપૂર્ણા તમે
અદ્ભૂત યોગ્ય કમાયા રે ….
અન્ન ખવરાવી ખુશી રહેતાં
હૃદયથી ખૂબ હરખાતાં રે ….
પ્રેમે જમાડે વિશેષ માનવ
ઊણપ નહિ રાખે રે ….
એના દિલનું માપ ન નીકળે
આનંદ ઉદારતા ભરતી રે ….
જમવામાં જા કોઈ ઘટે તો
ચેન એને નથી પડતું રે ….
રાહ જુએ ને ખૂબ વિચારે
નવીન કોઈ આવી ચડતું રે ….
પ્રભુકૃપાની મળેલ બક્ષિસ
છૂટ રાખીને વહેંચે રે ….
ઓછું તેને કદી નથી ગમતું
દિન દિન કાર્ય સવાયું રે ….
પ્રેમ, આનંદ, પ્રકાશ ને નિષ્ઠા
અમૂલ્ય સાધન સમજ્યા રે ….
શોક, મોહને સદાય ત્યાગી
ગર્વ કદી નથી કરતાં રે ….
સૌનું કલ્યાણ કરવા દોડે
સેવામાં અચળ સુભાગી રે ….
સમજી ફરજને કર્મો કરતાં
સૌનાં દિલને જીતતાં રે ….
લાભ હાનિનો સ્પર્શ ન જેને
લાભ સહુને કરતાં રે ….
યથાર્થ નામ દીપાવી જગમાં
ખુશી પ્રભુને કરતાં રે ….
લાભુબહેનમાં કળા જીવનની
બોધ સહુને મળતો રે ….
પુણ્ય તે તપની નિર્દોષ મૂર્તિ
પાપીને પાવન કરતી રે ….
ભલાઈનો ભંડાર ભરેલો
વાતો સાદી સતની રે ….
બ્રહ્મસ્વરૂપની મસ્તી ભરેલી
નિર્મળ દૃષ્ટિ વિશદ્ધિ રે ….
અંતરની અરજી સૂણીને
પ્રભુ શરણમાં રાખો રે ….
રાત દિવસ રહે ધ્યાન તમારું
અખંડ લગની લગાવો રે ….
॥ ૐ ॥