॥ ૐ ॥
(રાગ : ધોળ)
(ભજન) ર૧
મીરાં તો રહેતાં, સદાય પ્રભુના પ્રેમમાં,
ગિરધર ગોપાળના, સાચા એક જ રંગમાં ….૧
મીરાંને ગળવું ને મળવું પ્રભુના સાથમાં,
સાર્થક સમજી રહ્યાં, મીરાં એક જ સંગમાં ….ર
ક્ષણની કિંમત સમજી પ્રભુને બોલાવિયા,
મસ્તી ને ઉમંગ ભરવા, પ્રભુ પોતે આવિયા ….૩
ભક્તિમાં રંગીને મીરાંએ ઘણા સુધારિયા,
ધોઈને કાળાં કાળજાં ચોખ્ખાં બનાવિયા ….૪
કષ્ઠો વેઠયાં, તીર્થો ફરીને પાવન કર્યાં,
ભજન કરતા, રંગ ભરતા દૂરદૂર ફર્યા ….પ
ગિરધર ગોપાળ અંદર દૃષ્ટિને નાચવું,
દેહના ભાવો ભૂલીને સાચું જ રાખવું …૬
મીરાં પ્રેમને વિસ્તારી સુગંધી આપતા,
ગિરધર ગોપાળ એમાં હાજરી રાખતા ….૭
પ્રેરણા દેનારાં મીરાંને પ્રેરણા કરતા,
ગિરધર ગોપાળના રંગ મીરાંને મળતા ….૮
રંગમા રંગાણી રંગનાર અનુભવી પૂરા,
મીરાંની શ્રધ્ધામાં પ્રભુ એક જ શૂરા ….૯
॥ ૐ ॥