મીરાંને હું ને તું નો ઝઘડો દેખાય નહિ

॥ ૐ ॥

(ભજન) ૧૬


મીરાંને હું ને તુંનો ઝઘડો દેખાય નહિ,

હૃદયમાં ગિરધર ગોપાળ સિવાય નહિ.         ૧

પૂર્ણતા સંપૂર્ણ એનો, સઘળે નિવાસ છે,

અનંત કળામાં પોતે, ગર્વનું ન સ્થાન છે.        ર

મીરાંનું કેન્દ્ર એક, ગિરધર ગોપાળમાં,

ક્ષણ નહિ જુદા થાય, સાચા એ સંધાનમાં.      ૩

ભેદ એને એક વિના, બીજાનો દેખાય ના,

સંપૂર્ણ સમર્પણ, એકતા સિવાય ના.                ૪

અકળ ગતિનું માપ, કોઈથી કળાય ના,

અવિનાશી ભાવ સ્થિર, કદાપિ મપાય ના.   પ


॥ ૐ ॥