॥ ૐ ॥
(સત્ય પ્રભુનું એક નામ, એમાં મળવું સાચું કામ)
સત્ય પ્રભુજી અનાદિ અમર ગુણી પૂર્ણતા
હૃદયે વ્યાપક, પ્રેરક, અચળ નિર્મળ દિવ્યતા …. ટેક
શક્તિ અનંત કળાઓ નિયતિ નિયમ એમના,
શિખરે વસ્તી નિષ્ઠા, નિશ્ચય અડગ સત્યના ….
સંયમ, શ્રધ્ધા ને ન્યાયથી, સર્જન કરતા વિશ્વમાં,
વિજ્ઞાન કરતા ધરતા એની જ જ્યોતિ સર્વમાં ….
ગતિથી વિશેષ સહુથી દાતા, પ્રાણના મૂળથી,
વિશુધ્ધ, રક્ષણપ્રિયતા, બળધારી, અખૂટ શક્તિથી ….
સત્ય સદાના જાનારા, અમર કીર્તિને ધરતા,
ભક્તિ ને શક્તિથી ભાવમાં શૂન્ય હૃદયે પ્રકાશતા ….
વાસના અનંત બાળીને, પ્રભુજી પોતે સુધારતા,
જ્ઞાનની સમજ વધારી ધ્યાન સાન વધારતા ….
ભક્તિ ભાવના વિનાની પ્રભુને નહિ જ ગમશે,
પ્રકાશ પ્રેમ વિનાનો પ્રભુજી કદી ન કરશે ….
હૃદયે પ્રેમની ભરતી, સુંદર મંગળ અમૃત છે,
પોષણ સહુનું કરતા, પ્રાણનું અતુલ બળ છે ….
બુદ્ધિ સૂક્ષ્મ બનતી, પ્રજ્ઞા અમર સ્થિરતા,
પૂર્ણતાની સંપૂર્ણ વસતી, પ્રભુની ખરી જ દિવ્યતા ….
દેહનો ગર્વ નકામો, દૃષ્ટિમાં પ્રભુની દૃષ્ટિ,
સઘળે પ્રભુજી વ્યાપક નિષ્ઠામાં પ્રભુની પુષ્ટિ ….
સંતોષ પ્રભુનો ભરતાં, દર્શન એક જ પ્રભુનાં,
પડદો પ્રભુ જ હઠાવે, ભાગ્ય ઉદય એમના ….
વિરાટ પ્રાણને જગાડે હૃદય શોક ને મોહના,
દિવ્ય પ્રેરણા ગ્રંથિ તોડે, અટલ સિધ્ધાંત સત્યના ….
સહુમાં વસતા સૌને જાણે, પ્રેરક પ્રભુ છે નિર્મળા,
ઘડતા ભાવિ પ્રભુ પોતે, વિજય સ્વરૂપે ઊજળા ….
॥ ૐ ॥