॥ ૐ ॥
(શ્રીમહારુદ્ર યજ્ઞ)
સર્વવ્યાપક વિરાટ, આનંદ શાંતિ કરી ગયા,
યજ્ઞ મહારુદ્ર ગર્વ છોડીને, બ્રાહ્મણો કરી ગયા ….
વેદ ધ્વનિના સાચા નાદ, આકાશમાં ગુંજતા હતા,
વિરાટ હૃદયથી લાવ્યા ભાવ, બ્રાહ્મણો દિવ્ય હતાં ….
જેના જન્મો અને કર્મો દિવ્ય, તત્વજ્ઞ પ્રેમથી ભર્યા,
હૃદય ઊભરાતો હતો પ્રેમ, હૃદય ભાવ પ્રગટ કર્યો ….
વિરાટની કેવળ કૃપા હતી, જ્યોતિ દર્શન હતાં,
સૌના હૃદયથી બાંધ્યા તાર, સમષ્ટિના યોગ હતા ….
રૂપાંતર થવાના સંદેશા, વિશુધ્ધિના ધ્વનિ હતા,
સેવા તન-મન-ધનથી કરનાર, પ્રભુના જ પ્રેમી હતા ….
એના પ્રેમમાં પ્રભુ બંધાય, ભજન પ્રભુ મળવાના,
હતા સાચા પ્રભુમાં સ્થિર, પ્રભુમાં જ ગળવાના ….
ગર્વરહિત કરવા કર્મો, પ્રભુની સાક્ષી એમાં હતી,
આજ દિવસ બન્યો ધન્ય, પ્રભુમાં સાચી પ્રીતિ હતી ….
જીવન દિવ્ય કરનાર, પ્રભુ જ રંગતા હતા,
જુગજૂની કાઢી ઓળખાણ, પ્રભુ પોતે પ્રગટ થતા ….
પ્રભુમાં રહો અચળ, પ્રભુ પ્રેમ ભરતી રહો,
જીવન-મરણ જોનાર, પ્રભુમાં સૌ પ્રેમથી રહો ….
॥ ૐ ॥