॥ ૐ ॥
હે પ્રભુભક્ત, ભજન કરી, મેળવો પ્રભુ આજ,
તમે સિંહ છો વિશ્વાસે રહો, સરસે પ્રભુથી કાજ ….
એ હૃદયમા તારે ખૂબ ભર્યું, અજ્ઞાનતાનું મૂળ,
બ્રહ્મનિષ્ઠ ગુરુ શરણે લે, તો મટશે તારું શૂળ ….
દે ત્યાગી કામ-ક્રોધ, ધાર શાંતિનું તું રાજ,
શ્રધ્ધા રાખી અખંડ, મેળવો હૃદય સ્વરાજ ….
સાચો પ્રભુનો પ્રેમ, તારા હૃદયમાં હશે,
ત્યારે દુષ્ટ વાસના તારી ખસી જશે ….
તું નાશવંત નથી, અભયતાનો સજી લે સાજ,
આસક્ત બની કર્મો કરવાં, છોડી દે તું આજ ….
દેહ નષ્ટ થશે, આત્મા અમર છે સમજ સાર,
છોડ દેહનો અધ્યાસ, નાશવંત તેનો પ્યાર ….
પલ પલ સંભારનાર, કોણ પ્રભુ વીણ મળે ?
ભૂલીને પીવું ઝેર, તે ઊતરશે નહિ ગળે ….
ઓ દયાળુ નાથ, પતિતોની રાખનારા લાજ,
માયા ફસાવે અમને, તો જાશે તમારી લાજ ….
પ્રાણથી અધિક, ગણી લો પ્રભુનું નામ,
મળવું પ્રભુને એ જ, સર્વે ભક્તોનું છે કામ ….
સૌ ભક્તોને આપો, ભક્તિ અવિચળ નાથ,
તમારી પાસે રાખજા, મૂકશો ન તેનો હાથ ….
॥ ૐ ॥